Description
આ પુસ્તકના ઉદ્દભવ અંગે
હરિઃૐ આશ્રમ , સુરતનાં મૌનમંદિરમાંથી મૌનસાધના બાદ બહાર નીકળતાં સ્વજનો – સાધકો સમક્ષ પૂજ્ય શ્રીમોટા ટૂંકું પ્રવચન કરતાં અને જીવન જીવતાં જીવતાં ભગવાનને ભજવા અંગેની વાતો સરળ ભાષામાં સમજાવતા હતા .
એ પ્રવચનોની નોંધ સ્વ . ચૂનીલાલ મોતીરામ તમાકુવાળા તથા સ્વ . છબીલદાસ ( ચંપકલાલ ) છોટાલાલ ભૂતવાળા પ્રેમભાવથી લખી લેતા હતા . આવી હસ્તલિખિત નોંધો પૂજ્ય શ્રીમોટા જોઈ જતા હતા . એ રીતે એ નોંધો અધિકૃત બની જતી . આવી હસ્તલિખિત નોંધો નોટબુક સ્વરૂપે મૌનમંદિરોમાં રાખવામાં આવતી . જેથી , મૌનાર્થીઓ તેને વાંચી શકે અને શક્ય તે રીતે તે વિગતોને પોતાના જીવનમાં તેને ઉપયોગી બનાવી શકે .
પાછળથી આવી નોટબુકોને પુસ્ત સ્વરૂપે છપાવવાનું શ્રીહરિ કૃપાથી શક્ય બન્યું હતું . આ રીતે આવી નોંધો અને નોટબુકમાંથી નીચે મુજબનાં પાંચ પુસ્તકો થયાં હતાં . . ( ૧ ) મૌનમંદિરમાં પ્રભુ ( ૨ ) મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ( ૩ ) મૌનએકાંતની કેડીએ ( ૪ ) મૌનમંદિરનો મર્મ અને ( ૫ ) મૌનમંદિરનું હરિદ્વાર . ઉપરોક્ત પુસ્તકોનું સંપાદન સ્વ . રમેશભાઈ ભટ્ટ દ્વારા કરી આપવામાં આવ્યું હતું . ‘ મૌનમંદિરનું હરિદ્વાર ’ આ પુસ્તકની પાંચમી આવૃત્તિનું હવે પ્રકાશન કરવામાં આવી રહ્યું છે . .
તા. ૨૭-૭-૨૦૦૩ ટ્રસ્ટીમંડળ ,
રવિવાર હરિ:ૐ આશ્રમ , સુરત
Reviews
There are no reviews yet.